Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરના હસ્તે શ્રીમતી વર્ષા નથવાણીની હાજરીમાં એઝ્યોર સલૂન એન્ડ નેઇલ્સ લોન્ચ

બોલિવૂડ (Bollywood) દીવા જાન્હવી કપૂરે (Diva Janhvi Kapoor) આજે અમદાવાદના (Ahmedabad)  પ્રહલાદનગર (Prahladnagar) વિસ્તારમાં એઝ્યુર સલૂન અને નેઇલ્સની ચોથી પ્રીમિયમ ફ્રેન્ચાઈઝીને અતિથિ વિશેષ શ્રીમતી વર્ષા નથવાણી (Mrs.VarshaNathwani) અનેએઝ્યુરસલૂન અને નેઇલ્સના સ્થાપક અને સીઈઓ સુશ્રી કૃપા લિમ્બાચીયાની  હાજરીમાં લોન્ચ કરી હતી.બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે આ પ્રીમિયમ સલૂન સર્વિસ ફ્રેન્ચાઈઝીના લોન્ચ પર ખુશી વ્યક્ત કરી હતà
બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરના હસ્તે શ્રીમતી વર્ષા નથવાણીની હાજરીમાં એઝ્યોર સલૂન એન્ડ નેઇલ્સ લોન્ચ
Advertisement
બોલિવૂડ (Bollywood) દીવા જાન્હવી કપૂરે (Diva Janhvi Kapoor) આજે અમદાવાદના (Ahmedabad)  પ્રહલાદનગર (Prahladnagar) વિસ્તારમાં એઝ્યુર સલૂન અને નેઇલ્સની ચોથી પ્રીમિયમ ફ્રેન્ચાઈઝીને અતિથિ વિશેષ શ્રીમતી વર્ષા નથવાણી (Mrs.VarshaNathwani) અનેએઝ્યુરસલૂન અને નેઇલ્સના સ્થાપક અને સીઈઓ સુશ્રી કૃપા લિમ્બાચીયાની  હાજરીમાં લોન્ચ કરી હતી.
બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે આ પ્રીમિયમ સલૂન સર્વિસ ફ્રેન્ચાઈઝીના લોન્ચ પર ખુશી વ્યક્ત કરી હતી. મને આ જગ્યા ગમે છે કારણ કે તે પ્રીમિયમ સેવાઓ પૂરી પાડે છે. તેથી જ્યારે પણ હું શૂટિંગ અથવા અન્ય કોઈ પણ કામ માટે અમદાવાદમાં હોઈશ. ત્યારે હું આ સ્થળની મુલાકાત લેવા અને એઝ્યોર સલૂન અને નેઇલ્સની સેવાઓ લઇશ  તેમ તેણીએ કહ્યું હતું. તેની મનપસંદ સલૂન સેવાઓ વિશે વાત કરતા. તેણે કહ્યું કે તેને સરસ હેડ મસાજ ગમે છે. આઇ એમ અ પક્કા ચંપી ગર્લ તેમ પણ તેણે ઉમેર્યું હતું.
આ અમારું પ્રીમિયમ સલૂન છે જે હાઈ નેટવર્થ ગ્રાહકોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરાયું છે. તેઓ હેર સ્પા, નેઇલ આર્ટ, મેનીક્યોર, પેડિક્યોર અને બ્યુટી ટ્રીટમેન્ટ સુધીની સુવિધાઓ માટે તેમની સલૂનની તમામ જરૂરિયાતો માટે વિશિષ્ટ સલૂન સ્યુટ બૂક કરી શકે છે. એમ એઝ્યોર સલૂન અને નેઇલ્સના સ્થાપક અને સીઈઓ સુશ્રી કૃપા લિમ્બાચિયાએ જણાવ્યું હતું.
એઝ્યોર સલૂન એન્ડ સ્પાએ સૌંદર્ય સેવાઓ માટે સલૂનની મુલાકાત લેતી મહિલા ગ્રાહકોના બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરી છે. બાળકોની ખુરશીઓ કારના આકારમાં ડિઝાઇન કરવામાં આવી છે અને ગ્રાહકોના બાળકોને તેમની માતાઓ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતી હોય ત્યારે તેમને વ્યસ્ત રાખવા માટે રમકડાં આપવામાં આવે છે. તદુપરાંત આ સલૂનમાં દુલ્હા અને દુલ્હન માટે લગ્નને અનુરૂપ સુંદરતા અને મેક-અપની સેવાઓ મેળવવા માટે ચાર વિશેષ રૂમ તૈયાર કરાયા છે.
એઝ્યોર સલૂન એન્ડ નેઇલ દ્વારા આજે અમદાવાદમાં પ્રહલાદનગર ખાતે તેનો ચોથો સ્ટોર લોન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલા વસ્ત્રાપુરમાં માનસી સર્કલ, બોપલ અને ચાંદખેડાના તપોવન સર્કલ ખાતે ત્રણ સ્ટોર શરૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×